સ્વપરિચય

 

નામ : સુરેશભાઈ ચીમનલાલ ત્રિવેદી 

વતન : વાવ, જી. બનાસકાંઠા

રહેઠાણ : અમદાવાદ  

સંપર્ક : ઈ મેલ – dadajinivato@gmail.com

ફોન: 98793 53784                     

 

હું જન્મે બ્રાહ્મણ, કર્મે વૈશ્ય, વિચારે ક્ષત્રિય અને આચારે શુદ્ર છું.

અભ્યાસે વિજ્ઞાનનો અનુસ્નાતક, કાયદાનો સ્નાતક અને બેન્કિંગ એસોસીએટ છું.

વ્યવસાયે બેન્કર, મનથી આજીવન વિદ્યાર્થી, કર્મથી માનવતાવાદી, બુધ્ધિથી પર્યાવરણવાદી, સ્વભાવે વાસ્તવવાદી અને દિલથી રાષ્ટ્રવાદી છું.

શોખ: વાંચન, લેખન, સંશોધન, સંગીત, ચિત્રકામ, ફોટોગ્રાફી અને ટિકિટસંગ્રહ

રસ: વિજ્ઞાન, યોગ, કુદરતી જીવનશૈલી અને હિંદુ સંસ્કૃતિ

 

બાળપણ ગામડામાં, કિશોરાવસ્થા નગરમાં અને યુવાની શહેરોમાં વિતાવી.

બાર વર્ષની ઉંમરે બે વર્ષ સુધી એકલા રહેવાનો (જાતે રસોઈ અને ઘરકામ સાથે) અને તે પછી સાત વર્ષ સુધી હોસ્ટેલ લાઈફનો અનુભવ લીધો.

૧૭ વર્ષની વયે સાઇકલ, ૩૪મા વર્ષે સ્કૂટર અને ૫૧મા વર્ષે ગાડી ચલાવતાં શીખ્યો.

૨૨મા વર્ષે ચેસ રમતાં અને ૨૪મા વર્ષે ટેબલ ટેનિસ રમતાં શીખ્યો.

૫૨મા વર્ષે ગરબા રમતાં અને ૬૨મા વર્ષે કીબોર્ડ વગાડતાં શીખ્યો. હાલ ૭૧મા વર્ષે સંસ્કૃત ભાષા શીખી રહ્યો છું.

૫૭મા વર્ષે લેખન પ્રવૃત્તિ શરૂ કરી અને ૬૨મા વર્ષે પહેલું પુસ્તક જાતે પ્રકાશિત કર્યું. ૭૧મા વર્ષે બીજું પુસ્તક પ્રતિષ્ઠિત પ્રકાશન ગૃહે પ્રકાશિત કર્યું.

આરોગ્ય, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાન, સંશોધન, પ્રવાસ, પ્રેરણાત્મક અને હાસ્ય જેવા વિવિધ વિષયો પર મારા મનની વાત રજૂ કરું છું. અત્યાર સુધીમાં ચાર ગુજરાતી અને એક અંગ્રેજી ઇ-બુક તથા ઘણા સંશોધન લેખો, પ્રવાસ વર્ણન, વાર્તાઓ અને હાસ્ય લેખો પ્રકાશિત કર્યા છે.

૬૫મા વર્ષે બ્લોગ બનાવતાં શીખીને ‘દાદાજીની વાતો’ (dadajinivato.wordpress.com) નામનો બ્લોગ બનાવીને તેના પર ૭૫ જેટલા આર્ટિક્લ્સ પ્રકાશિત કર્યા છે. મારાં પુસ્તકો, રિસર્ચ લેખો, આરોગ્ય લેખો, હાસ્ય લેખો, ટૂંકી વાર્તાઓ અને પ્રવાસ વર્ણનો આ બ્લોગ પર છે. આ બ્લોગને ૨.૫ લાખ જેટલા લોકોએ વિઝિટ કરેલ છે.

સમાજસેવાના ભાગરૂપ ચાર જેટલી સંસ્થાઓને બ્લોગ બનાવી આપ્યા છે અને તેનું સંચાલન પણ કરું છું.

૭૦મા વર્ષે વિડિયોઝ બનાવતાં અને એડિટ કરતાં શીખીને પોતાની યુ ટ્યુબ ચેનલ બનાવી આરોગ્ય અને હિંદુ સંસ્કૃતિ પર દસ જેટલા વિડીયોઝ યુ ટ્યુબ ચેનલ Health Guru (https:\youtube.com/@healthguru1234) પર પ્રકાશિત કરેલ છે.

પ્રકાશિત પુસ્તકો:

૧) હિંદુ: વેદથી પુરાણ સુધીની મહાન વિચારધારાનું શાશ્વત સત્ય

૨૩૨ પાનાં અને રુ. ૨૭૫ કિંમતવાળું આ પુસ્તક પ્રકાશક આર આર શેઠ એન્ડ કંપની (07925506573) પાસેથી અને ઓનલાઈન www.rrsheth.com પર (ડિલિવરી ફ્રી) મળશે. એમેજૉન પર https://amzn.eu/d/7eIi6Eu (ડિલિવરી ફ્રી રુ ૪૯૯થી વધુના ઓર્ડર પર) મળશે.

૨) એમેઝોન પર નીચે મુજબ ઇ-બુક પ્રકાશિત કરેલ છે: 

i) સંભારણાં: ૧૯૬૦-૭૦ના સમયના ગુજરાતના ગ્રામ્ય લોકજીવનની ખાટી મીઠી વાતો

ii) મનની શક્તિ: જીવનમાં તંદુરસ્તી, સફળતા, સુખ અને આનંદ મનની શક્તિથી કઈ રીતે મેળવશો

iii) મગજ કસો: મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના નવા નવા અને વિવિધતા વાળા કોયડાઓ રસપ્રદ શૈલીમાં 

iv) દવા વગર નિરોગી રહેવાની કળા

v) Krishna -The Protector of Dharma 

એમેઝોન પર suresh trivedi સર્ચ કરી જે તે પુસ્તકનો ઓર્ડર આપવાથી આ ઇ-બુકસ કિન્ડલ એપ પર વાંચી શકાશે. 

 

આ બ્લોગ અને આ પેજની મુલાકાત માટે આભાર,

આપનો ફિડબેક જણાવશો તો આનંદ થશે,

-સુરેશ ત્રિવેદી    

 

     

 

 

 

 

 

   

14 thoughts on “સ્વપરિચય

      1. વિસરાતા અને વિખરાતા હિંદુઓનાં પાયાનાં ગ્રંથો માટે આપનાં લેખ નવી પેઢીને એ તરફ વાળવામાં પાયારુપ થશે એમા કોઈ શંકા નથી…

        Like

  1. સ્નેહીશ્રી,
    આપનો બ્લોગ અવાર નવાર વાંચું છું. ખૂબ જ રસપ્રદ માહિતીથી ભરપુર છે. ‘‘સંભારણું’’ તેમજ બ્રાહ્મણો વિશેની માહિતી, શ્રીમાળી બ્રાહ્મણો અને શ્રીમાળ નગરની માહિતી વાંચી ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ શુભેચ્છા સહ….

    Like

  2. બહુ જ સરસ, સુરેશભાઈ.
    આપ નિવૃત્તિના ટાઈમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છો.
    ખૂબ ખૂબ આભાર, આવી રસ-પ્રચુર સામગ્રી ઈન્ટરનેટના આંગણે આપવા બદલ.

    Like

    1. માનનીય ત્રિવેદી સાહેબ,

      ખુબ સરસ મજાની માહિતી રજૂ કરવા બદલ આનંદ સહ આભાર.
      આપના વિશે અંગત માહિતી મેળવી વધુ આનંદ થયો.
      નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ સમાજ માટે કરી રહ્યા છો તે જ આ જીવનનું મોટામાં મોટું સત્કર્મ છે.
      હર હર મહાદેવ,
      ધનંજય નટવરલાલ ભટ્ટ, આણંદ, ગુજરાત, નિવૃત્ત
      કૃષિ યુનિવર્સિટી આણંદનો કર્મચારી, વંદન.

      Like

  3. Feedback received thru email dtd. 18.07.2018

    Name: હરીશ દવે (Harish Dave)
    Email: davehs2000@hotmail.com
    Website: https://gujarat1.wordpress.com

    Comment:
    આપે બહુ જ નમ્રતાથી આપનો પરિચય મૂકી દીધો છે, સુરેશભાઈ! વાચક જેમ જેમ આપના બહુમુખી વ્યક્તિત્વને જાણે તેમ આપને નજીકથી ઓળખી શકે! અને તેમાં એક ‘સુરેશ ત્રિવેદી’માંથી બીજા ‘સુરેશ ત્રિવેદી’ બેઠા થતા દેખાય.
    આપને અહીં મળીને આનંદ થાય છે.
    બેંક ઓફ ઇંડિયામાં મારા મોટાભાઈ અને અન્ય ઘણા પરિચિતોએ સેવા આપી છે, આપણા છેડા ક્યાંક અપરોક્ષ રીતે પણ અડતા હશે!
    આપની પ્રવૃત્તિ આગળ ધપતી રહે! આપને મારી હાર્દિક શુભેચ્છાઓ!

    Like

મારો અભિપ્રાય