Home

નમસ્કાર, મિત્રો,

એક ગુજરાતી દ્વારા, બધા ગુજરાતીઓ માટે, ગુજરાતી ભાષામાં પ્રસ્તુત છે બ્લોગ “દાદાજીની વાતો”.

અહીં આપને મળશે:

  • આરોગ્ય વિષયક આર્ટીકલ્સ,
  • પ્રેરણાત્મક લેખો,
  • વાર્તાઓ અને કવિતાઓ,
  • હાસ્ય અને વિનોદની વાતો,
  • પ્રવાસકથાઓ,
  • મગજનું દહીં કરે તેવા કોયડાઓ,
  • માહિતી લેખો,
  • રોજબરોજના સમાચારમાંથી ચૂંટેલા લોકોની મૂર્ખાઈના બનાવો,
  • જોતાં જ ગમી જાય તેવા ફોટોગ્રાફ્સ,
  • અને બીજું ઘણું બધું…

તો હવે કરો ક્લિક નીચે આપેલ વિવિધ લિંકસ પર અને ઉઠાવો આપના મનપસંદ વિષયનો આનંદ…

આરોગ્ય અને હિંદુ ધર્મ તથા સંસ્કૃતિ પરના વિડીયોઝ મારી Health Guru નામની યુ ટ્યુબ ચૅનલ પર  મૂકેલ છે. આ વિડીયોઝમાં  એનિમેટેડ કાર્ટૂન્સના માધ્યમ દ્વારા ઉપયોગી માહિતી રસપ્રદ અને મનોરંજક રીતે રજૂ કરવામાં આવી છે. આ વિડીયોઝ જોવા નીચેની લિંક પર ક્લિક કરો:

# हिन्दूधर्म का मुख्य धर्मग्रंथ कौन सा है

# हिन्दू धर्म के धर्मग्रंथ कितने है

# हिन्दू शब्द कौन से धर्मग्रंथ में है

# फल क्यूं, कब, कौन से और कैसे खाना है

# 99% लोग जानते नहीं की सब्जियाँ कैसे खानी चाहिए

# बिना ड़ायेटिंग मोटापा कम करें 

# 99% लोग जानते ही नहीं की जो फूड वे हररोज खाते है वो जंक फूड है

सबसे ज्यादा प्रोटीनवाली डिश

# खाने का तेल कौन सा अच्छा

 

 

૧) પહેલું સુખ તે જાતે નર્યા :


સમયની સાથે લોકો તંદુરસ્તી વિષે ઘણા સભાન થયા છે. પરંતુ ઘણીવાર અનધિકૃત લોકો સોશિયલ મીડિયા પર અનુભવસિધ્ધ ન હોય તેવા નુસખા આયુર્વેદના નામે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે મેં આરોગ્યને લગતી માહિતી પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતોમાંથી મેળવીને સરળ ભાષામાં ઈ-પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે.

તંદુરસ્ત રહેવા માટેના ઉપાયો ઘણા પ્રકારના હોઈ શકે છે, પરંતુ આ પુસ્તકમાં કોઈપણ જાતની દવાના ઉપયોગ સિવાયના ફક્ત કુદરતી ઉપાયો જ બતાવેલ છે. એલોપથી, આયુર્વેદ કે હોમિયોપેથી જેવી કોઈપણ પ્રકારની દવાના પ્રયોગ અહીં સૂચવેલ નથી. જીવનશૈલીમાં આહાર અને વિહારને લગતા કેટલાક ફેરફાર કરવાથી દવા વગર પણ કઈ રીતે રોગ મટાડી શકાય છે અને તંદુરસ્ત બની શકાય છે. તે વાત અહીં સમજાવેલ છે.

તંદુરસ્તી મેળવવાના અને અને તેને જાળવી રાખવાના સીધા-સાદા કુદરતી ઉપાયો ક્યા ક્યા છે, તે જાણવા ‘દવા વગર નિરોગી રહેવાની કળા’ ઈ-પુસ્તક એમેઝોન એપ પર વાંચવા અહીં ક્લિક કરો:

અન્ય આરોગ્ય વિષયક લેખ માટે ક્લિક કરો નીચેની લિંકસ પર અને બનો આરોગ્યવાન:

# કોરોનાનો વજ્રઘાત અને જીવનની ત્રીજી ઇનિંગની શરૂઆત

બધી જાતની સાવચેતીઓ રાખવા છતાં હું એપ્રિલ ૨૦૨૧માં કોરોના વાયરસની વિશ્વવ્યાપી કટોકટીનો ભોગ બની ગયો. મેં કોરોનાનો સામનો કઈ રીતે કર્યો અને દુષ્ટ કોરોનાને હરાવીને હું સફળતાપૂર્વક (ભલે થોડોઘણો ઘાયલ થઈને પણ) કઈ રીતે બહાર આવ્યો તે સિલસિલાબંધ વિગતો આ લેખ દ્વારા પ્રસ્તુત કરી રહ્યો છું. આ લેખમાં કોરોનાનો રોગ, તેના લક્ષણો, તેના પ્રતિકારની દવાઓ અને આ લડાઈ લડવા માટેની માનસિક સજ્જતાની સાથે સાથે લેખકના મનની સંવેદનાઓ પ્રગટ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. આ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

# કોરોનાનો દર્દી મનની શક્તિથી કેવી રીતે પોઝિટિવ બનીને રોગ ભગાડી શકે

બધા ડોક્ટર્સ કહે છે કે કોરોનાના દર્દીએ પોઝીટીવ બનવું જરૂરી છે. પણ કોઈ એ કહેતું નથી કે પોઝીટીવ કઈ રીતે બનવું. એટલે એક સરળ અને સીધા સાદા પ્રયોગથી પોઝીટીવ બનવા માટે અહીં ક્લિક કરો. આ પોસ્ટ ગુજરાતીમાં છે. તેનું અંગ્રેજી ભાષાંતર નીચે આપેલ છે. 

# कोरोना का दर्दी के लिए साँस की कसरत और हाथ और पैर की स्ट्रेचिंग

કોરોનાના દર્દીનાં ફેફસાં નબળાં થઇ જાય છે. એટલે શ્વાસની કસરત કરીને ફેફસાંને પુન:યથાવત કરવાં પડે છે. વળી આવા દર્દીને લાંબો સમય એક રૂમમાં અથવા પથારીમાં રહેવું પડે છે. આથી હાથ અને પગના સ્નાયુ જકડાઈ જાય છે. તેથી આવા દર્દીએ હાથ અને પગનું સ્ટ્રેચિંગ કરીને હાથ અને પગ મજબૂત બનાવવા પડે છે. આ કસરત કઈ રીતે કરવી તે જાણવા અહીં ક્લિક કરો.

# How Corona Patient Can Be and Remain Positive

બધા ડોક્ટર્સ કહે છે કે કોરોનાના દર્દીએ પોઝીટીવ બનવું જરૂરી છે. પણ કોઈ એ કહેતું નથી કે પોઝીટીવ કઈ રીતે બનવું. એટલે એક સરળ અને સીધા સાદા પ્રયોગથી પોઝીટીવ બનવા માટે અહીં ક્લિક કરો. આ પોસ્ટ અંગ્રેજીમાં છે. ગુજરાતી પોસ્ટ ઉપર આપેલ છે.

# ડાયેટિંગ કર્યા સિવાય મોટું પેટ ઘટાડવાનાં સાત સ્ટેપ

ખોરાકમાં ઘટાડો કર્યા સિવાય અને કોઈપણ જાતની દવા લીધા સિવાય મોટું પેટ ઘટાડવા માંગતા હો, તો અહીં ક્લિક કરો.

# દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

દૂધમાં ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે અને ગાયના દૂધમાં દેશી ગાયનું દૂધ જ શ્રેષ્ઠ છે. આ હકીકત મોટાભાગના લોકો જાણે છે, પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવા માંગતા હો, તો અહીં ક્લિક કરો.

# ફળ અને સલાડ શા માટે ખાવાં જોઈએ?

ફળ અને સલાડ શા માટે એક શ્રેષ્ઠત્તમ ખોરાક છે, તે જાણવા અહીં ક્લિક કરો.

# ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં જોઈએ?

ફળ એક શ્રેષ્ઠત્તમ ખોરાક છે, પરંતુ ફળ ખાવાના નિયમોનું પાલન કરવામાં આવે તો જ ફળ ખાવાના બધા ફાયદા મળે છે. તો ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં જોઈએ, તે જાણવા અહીં ક્લિક કરો.  

# શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

આહાર અને વિહાર, એટલે કે ભોજન અને લાઈફ સ્ટાઈલમાં યોગ્ય ફેરફાર કરીને કોલેસ્ટ્રોલ કઈ રીતે ઘટાડી શકાય તે જાણવા માટે અહીં ક્લિક કરો.

# શું તમારા લોહીમાં લોખંડ છે ?

શરીરમાં લોહીનું અને લોહીમાં હિમોગ્લોબીનનું ઘણું મહત્વ છે. આ હિમોગ્લોબીન વિષે જાણવાજોગ હકીકતો અને શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવાના ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટ પર જવા અહીં ક્લિક કરો.

# કબજીયાતનો ક…

કબજિયાત એ એવો સર્વ-સામાન્ય રોગ છે કે તેને ઘણા લોકો રોગ તરીકે પણ ગણતા નથી. આ કબજિયાત કોઈપણ દવાના પ્રયોગ સિવાય મટાડવાના ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટ પર જવા અહીં ક્લિક કરો.

૨) મનની શક્તિ –જીવનમાં તંદુરસ્તી, સફળતા, સુખ અને આનંદ મનની શક્તિથી કેવી રીતે મેળવશો:

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’ હવે સ્વયં ભગવાન જો દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોવો જોઈએ. આ અનંત શક્તિઓ મનુષ્યમાં ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ, એવા અનેક પ્રશ્નોના જવાબ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં નીચે મુજબનાં પાંચ પ્રકરણ છે:
(૧) મનની શક્તિ અપાર
(૨) શક્ય છે
(૩) મનની શક્તિથી તંદુરસ્તી
(૪) મનની શક્તિથી સફળતા
(૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ

આ પ્રકરણોમાં મન અને મગજનો તફાવત, મનના બે ભાગ અને દરેક ભાગનાં કાર્યો અને મર્યાદાઓ તથા આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને મનની શક્તિઓને સદુપયોગ હકારાત્મક અભિગમ દ્વારા કેવી રીતે કરવો તેનું વર્ણન આપેલ છે.

મન અને તેના આવેગો મનુષ્યના શરીર પર કઈ રીતે સારી અને ખરાબ અસર કરીને રોગો પેદા કરે છે અને આ રોગોને મટાડે પણ છે, તે વૈજ્ઞાનિક રીતે હોર્મોન્સની જાણકારી સાથે સમજાવેલ છે.

સફળતા મેળવવાનાં સાત સ્ટેપ મારફત સફળતા મેળવવાનું પ્લાનિંગ બતાવેલ છે અને નિષ્ફળતા મળે ત્યારે પણ નિરાશ થયા સિવાય કઈ રીતે સફળતા માટે પ્રયત્ન કરતા રહેવું તે પ્રેરણાત્મક કિસ્સાઓ દ્વારા સમજાવેલ છે.

માનસિકતા કઈ રીતે બદલવી અને વીઝ્યુલાઈઝેશન દ્વારા કઈ રીતે અભિગમ બદલવો તે વિગતવાર બતાવેલ છે.

છેલ્લે હકારાત્મક અભિગમથી જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને આનંદ કેવી રીતે મેળવવો તે વિગતવાર સમજાવેલ છે.

આ ઈ-પુસ્તક “મનની શક્તિ –જીવનમાં તંદુરસ્તી, સફળતા, સુખ અને આનંદ મનની શક્તિથી કેવી રીતે મેળવશો” એમેઝોન એપ પર  પર વાંચવા અહીં ક્લિક કરો:

આ પુસ્તકના સેમ્પલનો પ્રિવ્યૂ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:

Man ni Shakti Sample

૩) મગજ કસો:

images

શરીરને દુરસ્ત રાખવા માટે જેમ કસરતની જરૂર પડે છે, તેમ મગજને દુરસ્ત રાખવા માટે પણ મગજની કસરત કરવી જરૂરી બને છે. આ કસરત મળે છે અલગ અલગ પ્રકારના કોયડા ઉકેલવાથી.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોયડા ઉકેલવામાં ગણિતમાં માસ્ટરી જોઈએ. પણ એ એક ખોટો ખ્યાલ છે. કોયડા ઉકેલવામાં ગણિત ઉપરાંત સામાન્ય જ્ઞાન, લોજીક, નિરીક્ષણ શક્તિ, વિચાર શક્તિ, અનુમાન શક્તિ જેવાં વિવિધ પરિબળ મદદ કરે છે. એટલે ગણિત ના આવડતું હોય, તો પણ તમે કોયડા ઉકેલી શકો છો. જેમ જેમ તમે કોયડા ઉકેલવાની પ્રેક્ટિસ કરતા રહેશો, તેમ તેમ તમારું મગજ એક્ટીવ અને શાર્પ થતું જશે.

અત્યાર સુધી ઘણા બધા કોયડા અલગ અલગ પોસ્ટમાં મૂકેલ હતા અને તે દરેકના જવાબ માટે વળી બીજી પોસ્ટ હતી. આથી વાંચકોની સવલત, સરળતા અને બ્રેક ફ્રી વાંચન માટે આ બધા જ કોયડા અને તેના જવાબ એક સાથે પુસ્તકરૂપે મળી જાય તે રીતે મગજ કસો નામનું ઈ-પુસ્તક એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

કેટલાક લોકોને કોયડા ઉકેલવામાં કંટાળો આવે છે, પરંતુ કોયડા રસપ્રદ શૈલીમાં રજૂ થયા હોય તો આ કામ કંટાળાજનકને બદલે મજા પડી જાય તેવું બને છે. એટલે ખાસ તમારા માટે રસપ્રદ શૈલીમાં મગજનું દહીં કરે તેવા નવા નવા કોયડા આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. મગજમારીના શોખીનો હવે બુદ્ધિવર્ધક કોયડા, પઝલ્સ, બ્રેઈન ગેઈમ્સ અને ચિત્ર કોયડા જેવું ઘણું બધું માણી શકાશે.

આ ઈ-પુસ્તક મગજ કસો -મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના નવા નવા અને વિવિધતાવાળા કોયડાઓ રસપ્રદ શૈલીમાં” એમેઝોન કિંડલ પર વાંચવા અને તમારા IQનો ટેસ્ટ કરવા અહીં ક્લિક કરો.

આ પુસ્તકના સેમ્પલનો પ્રિવ્યૂ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:

Magaj Kaso Sample

૪) હિંદુ  -વેદથી પુરાણ સુધીની મહાન વિચારધારાનું શાશ્વત સત્ય:

હિંદુધર્મની સ્થાપના અને ધર્મપાલનનો આધાર કોઈ એક ગ્રંથ નહિ, પરંતુ હજારો ગ્રંથો છે, જે શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ બધાં શાસ્ત્રો અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. વેદ બધાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. વાસ્તવમાં વેદ ફક્ત હિંદુ ધર્મનો જ નહિ, પણ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. ઉપનિષદો આધ્યાત્મિક જ્ઞાનના વિશ્વશ્રેષ્ઠ ગ્રંથો છે. રામાયણ વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય છે તો મહાભારત વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે.

અત્યારના સમયનું કટુ સત્ય એ છે કે હિંદુધર્મના લોકોને જ પોતાનાં આ શાસ્ત્રો વિશે બહુ ઓછી જાણકારી છે. એટલે હિંદુ સંસ્કૃતિની ધરોહર અને પ્રાચીન ભારતનો અમર વારસો ગણાય એવાં વિવિધ શાસ્ત્રો વિશેની અગત્યની તમામ જાણકારી મારા પુસ્તક હિંદુ  -વેદથી પુરાણ  સુધીની મહાન વિચારધારાનું શાશ્વત સત્ય દ્વારા આપવામાં આવી છે.

આ પુસ્તકમાં શાસ્ત્રો કેટલાં છે, કયાં કયાં છે, દરેક શાસ્ત્રમાં શાનું વર્ણન કરેલું છે અને દરેક શાસ્ત્રનું શું મહત્વ છે અને શું ઉપયોગિતા છે, તે બધી જાણકારી સમાવિષ્ટ છે. વળી આ બધી માહિતી સામાન્ય માણસ પણ સહેલાઇથી સમજી શકે તેવી સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. દરેક હિંદુ કુટુંબના ઘરમાં અવશ્ય હોવું જોઈએ, એવું આ પુસ્તક છે.

આ પુસ્તકમાં નીચે મુજબનાં અઢાર પ્રકરણો છે:

૧) વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો
૨) વેદ: વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ 
૩) વૈદિક સાધના: મોક્ષપ્રાપ્તિનો માર્ગ

૪) વેદ ના સંદેશ -આધુનિક સમયમાં પણ પ્રસ્તુત

૫) ઋગ્વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ
૬) યજુર્વેદ -યજ્ઞ નો મહિમા અને શાંતિની ઝંખના
૭) સામવેદ -ભારતીય સંગીતનો મૂળ સ્ત્રોત
૮) અથર્વવેદ -બ્રહ્મજ્ઞાન અને ઉપચાર વિદ્યાનો ગ્રંથ
૯) ઉપનિષદો -આધ્યાત્મિક જ્ઞાનના વિશ્વના શ્રેષ્ઠ ગ્રંથો
૧૦) ઉપનિષદો -બ્રહ્મજ્ઞાનની અનુભૂતિ

૧૧) શ્રીમદ્ ભગવદ્ ગીતા -હિંદુધર્મનો મુખ્ય ધર્મગ્રંથ

૧૨) વેદાંગ ગ્રંથો -વેદને સમજવા માટેના સહાયક ગ્રંથો

૧૩) દર્શનશાસ્ત્રો -તત્વજ્ઞાનની દરેક શંકાનું સમાધાન
૧૪) ઉપવેદો: વિજ્ઞાન, કળા અને અર્થ શાસ્ત્રના ગ્રંથો  
૧૫) સ્મૃતિ ગ્રંથો: -નૈતિક જીવનના પથદર્શક
૧૬) રામાયણ: વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય
૧૭) મહાભારત: -વિશ્વનો સૌથી મોટો ગ્રંથ
૧૮) પુરાણો: -સૌથી અર્વાચીન શાસ્ત્રો

આ પુસ્તક ગુજરાતના પ્રતિષ્ઠિત પ્રકાશન ગૃહ આર આર શેઠ એન્ડ કંપની, અમદાવાદ અને મુંબઈ, દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તક પ્રકાશક (079-25506573  અને  022-22013441) પાસેથી મળી શકશે. જો તમે આ પુસ્તક ઓનલાઈન મંગાવવા ઇચ્છતા હો તો અહીં ક્લિક કરો.

આ પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. 

આ પુસ્તકની અગત્ય સમજાય એટલા માટે પ્રકરણ ૧, ૩ અને ૫ ઉપરોક્ત લિસ્ટ પર ક્લિક કરીને વાંચી શકાશે.

૫) સંભારણાં:

મારા પુસ્તક સંભારણાંમાં મેં બાળપણનાં સંભારણાં પ્રસ્તુત કર્યાં છે, જેમાં ૧૯૬૦-૭૦ ના સમયના ગુજરાતના ગામડાના લોકજીવનની ઝલક આબાદ રીતે ઝિલાઈ છે. આ પુસ્તકમાં તે વખતના ગામડાના લોકોની રહેણીકરણી અને સાધનસગવડની વાતો રસપ્રદ રીતે રજૂ કરાઈ છે. સાથેસાથે ગામડાના અભાવો અને દૂષણોના પરિપ્રેક્ષ્યમાં આધુનિક રીતે ગોકુળિયું ગામ બનાવવા માટેના વિચારો પણ પ્રસ્તુત કર્યા છે.

આ પુસ્તકનો રીવ્યુ ગુજરાતના સુપ્રસિદ્ધ અખબાર નવગુજરાત સમય (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ) દ્વારા નીચે મુજબ કરવામાં આવ્યો છે:

“સાહિત્યકૃતિઓ કે ગ્રંથો તરીકે નહીં પણ જુદી ભાતનાં નાનાં પુસ્તકો તરીકે જેની નોંધ લેવાનું મન થાય તેવાં સરેરાશ પિસ્તાળીસ પાનાંના નવાં પુસ્તકો મળ્યાં છે.

સુરેશ ત્રિવેદીનું ‘સંભારણાં’, હાથમાં લીધાં પછી પૂરું કરીને જ મૂકાય તેવું છે. તેમાં લેખકે ગુજરાતના છેવાડાના અછતગ્રસ્ત વાવ તાલુકાના સાવ નાના ગામમાં વીતેલાં આઠ વર્ષના શૈશવની યાદો, સ્વસ્થ તટસ્થ નાગરિક-ચિંતનની સાથે વર્ણવી છે.

ગામના ચોકનું સમૂહજીવન, ઠંડા પાણી માટેનું બાનું વ્યવસ્થાપન, દરજી અને વાળંદનું કામ, ભંગાર બસમાં ખુશીભર્યો પ્રવાસ જેવાં કેટલાંય અંશો બહુ મજાના છે. લાક્ષણિક અતીતરાગ નથી. વર્તમાન સાથેની વાસ્તવદર્શી સરખામણી છે. પાણી, માટી, વૃક્ષો, ખેતી, પરંપરાગત ઇકોફ્રેન્ડલિ જીવનશૈલી જેવાંનો નાશ થઈ રહ્યો છે તેનો રંજ છે. ગામડાનું આદર્શીકરણ નથી. ત્યાં સ્ત્રીઓ માટે શૌચાલય, શિક્ષણ અને સ્વાતંત્ર્યનો અભાવ, લોકોમાં નિરક્ષરતા, આભડછેટ, અંધશ્રદ્ધા અને વ્યસનો માટે સાફ અણગમો છે. દેશ અને દુનિયાના પ્રવાહોનું ભાન છે. બદલાવ માટેની કોશિશોની કદર છે. વાચન-લેખન માટેની લગન છે.

ગામડામાં મધ્યમવર્ગના શિક્ષકના કુટુંબમાં સંસ્કારી રીતે ઉછેર પામેલા એક નિવૃત્ત બૅન્ક કર્મચારી કેવી આંતરસમૃદ્ધિ ધરાવી શકે અને તેને કેવી સંઘેડાઉતાર લખાવટથી લોકો સમક્ષ મૂકી શકે તેનો આ પુસ્તક ઉત્તમ દાખલો છે.”

આ પુસ્તક મેં ઘણાખરા મિત્રો, સંબંધીઓ અને ચાહકોને હાથોહાથ પહોંચાડેલ છે. હવે બાકીના બધા મિત્રો માટે પણ આ પુસ્તકની સોફ્ટ કોપી (ઈ-પુસ્તક) એમેઝોન કિન્ડલ (Kindle) પર વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ પુસ્તકના સેમ્પલનો પ્રિવ્યૂ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:

Sambharana Sample

સંભારણાં પુસ્તકને વાંચકો તરફથી બહોળો પ્રતિભાવ મળ્યો છે. આ પ્રતિભાવો જાણવા અહીં ક્લિક કરો.

૬) પ્રવાસકથા:

Pravas

i) ચારધામ યાત્રા: ચારધામ યાત્રાની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે જોવા અહીં ક્લિક કરો.

ii) હમ્પી પ્રવાસ: કર્ણાટકના મશહૂર પર્યટન સ્થળ હમ્પીના પ્રવાસની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે જોવા અહીં ક્લિક કરો.

૭) વાર્તા રે વાર્તા:

Chorti

# ચોરટી: સુપ્રસિદ્ધ ગુજરાતી વાર્તામાસિક મમતામાં છપાયેલ આ વાર્તામાં ગામડાની ગરીબ અને ચોરીની આદત ધરાવતી સ્ત્રી ગુલાબો અને શહેરના નામાંકિત પ્રોફેશનલ અભય વચ્ચે પાંગરેલ પ્રેમની કથા છે. આ લવસ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

# માઈક્રોફિક્શન વાર્તાઓ: ૧૦૦ શબ્દો સુધીની માઈક્રો વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

# સાચી નિવૃત્તિ: માતૃભારતી અભિયાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ આ વાર્તામાં નિવૃત્તિ પછી ઉદાસીન રહેતા પિતાને તેમનો દીકરો કઈરીતે ફરીથી ખુશખુશાલ કરે છે, તે જાણવા અહીં ક્લિક કરો.

# કળિયુગનો કાનુડો: તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ સત્ય ઘટના પર આધારિત વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચવા અહીં ક્લિક કરો.

૮) હાસ્ય વિનોદ:

laughter-300x3001
હસે તેનું ઘર વસે. તો ચાલો આપણે પણ અહીં ક્લિક કરીને થોડું હસી લઈએ.

) ચટાકેદાર ઊંધિયું:

undhiyu

જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર ઊંધિયું બને છે, તેજ રીતે વિવિધ વિષય ઉપરના લેખો ચટાકેદાર ઊંધિયું શિર્ષક હેઠળ રજુ કર્યા છે. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો વિવિધ વિષયોનો રસાસ્વાદ:

# ચટાકેદાર ઊંધિયું
# શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?
# અંગદાન-શ્રેષ્ઠદાન
# બ્રાહ્મણ ઈતિહાસ
# શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ
# કવિશ્વર દલપતરામ

૧૦) મનમોહક ફોટોગ્રાફ્સ:

IMG_225088677232657
ચિત્રકામ કે ફોટોગ્રાફીનો શોખ હોય તો સરસ ફોટો જોઇને હંમેશાં દિલ ખુશ થઇ જાય છે. હવે તો ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં જ મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ પણ નથી થતો, એટલે લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો દિલ ખુશ થાય એવા મનમોહક ફોટોગ્રાફ્સની મઝા.

# અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ
# અહો ! આશ્ચર્યમ્ !!

૧૧) મૂરખનો સરદાર કોણ છે:

download (1)
આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. પરંતુ વાસ્તવમાં ઘણા લોકો નાની-મોટી મૂર્ખાઈ કરતા જ હોય છે. આવા લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનાર એટલે કે “મૂરખનો સરદાર” વાસ્તવિક જિંદગીમાંથી શોધીને અહીં તમારી સમક્ષ રજૂ કરેલ છે. તેમને “મૂરખનો સરદાર એવૉર્ડ” આપવા અહીં ક્લિક કરો.

૧૨) કેટલાંક રેખાચિત્રો:

20150109_145850
મારા કોલેજકાળ અને તે પછીના સમય દરમ્યાન દોરેલા સ્કેચીઝ અહીં જોવા મળશે.

૧૩) સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા:

1
આપણા દેશની ટપાલ ટિકિટોના આલ્બમ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

૧૪) સ્વપરિચય:


મારી ઓળખાણ તથા સંપર્કની વિગતો અહીં મળશે.

૧૫) વાંચકોના પ્રતિભાવ:

K.3

આ બ્લોગ માટે મળેલ વાંચકોના પ્રતિભાવ અહીં જોવા મળશે.

૧૬) અંગ્રેજી નવલકથા   

# ધર્મસંરક્ષક શ્રીકૃષ્ણ (Kahan -The Protector of Dharma)

પૌરાણિક કાળનું મારું સૌથી પ્રિય પાત્ર શ્રીકૃષ્ણ છે. એટલે ચંચળ બાળ કૃષ્ણનાં તોફાનો, નટખટ કિશોર કૃષ્ણની મસ્તીઓ, મનમોહક યુવાન કૃષ્ણનો પ્રણય, શક્તિમાન પુખ્ત કૃષ્ણનાં પરાક્રમો, મુત્સદી પીઢ કૃષ્ણના દાવપેચ અને દાર્શનિક પ્રૌઢ કૃષ્ણનું તત્વજ્ઞાન હંમેશાં મનમાં રમ્યા કરે. આ બધું કાગળ પર ઉતારવાનું મન પણ વર્ષોથી થયા કરતું.

છેવટે હવે મેળ પડ્યો છે, એટલે શ્રીકૃષ્ણના જીવન પર એક કાલ્પનિક નવલકથા (Fiction Novel) લખવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી બધું ગુજરાતીમાં જ લખ્યું છે, હવે પ્રથમ વખત અંગ્રેજીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. આ નવલકથા Kahan -The Protector of Dharma નીચેની લિંક્સ પર ક્લિક કરીને વાંચી શકાશે.

Before the Beginning

1) Draupadi Vastraharan

2) Draupadi Protected

3) Draupadi’s Crush

4) Kahan’s Vision

5) Thinking Unthinkable

6) Draupadi Swayamvar

7) Khandavprasth transformed

8) Jarasandh Vadh

આ પુસ્તકની અગત્ય સમજાય એટલા માટે પ્રકરણ ૧ અને ૨ ઉપરોક્ત લિસ્ટ પર ક્લિક કરીને વાંચી શકાશે.

સંપૂર્ણ ઈ-પુસ્તક એમેઝોન કિંડલ પર વાંચવા  અહીં ક્લિક કરો.

 

તો હવે તમારી પસંદગીના વિષયોની મઝા માણો અને આપનો પ્રતિભાવ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવો.

આ બ્લોગને ફોલો કરો, જેનાથી બ્લોગની નવાજુની આપને ઈમેલ દ્વારા પ્રાપ્ત થશે.

મિત્રો, આપને જે પેજ પસંદ આવે, તે પેજને લાઇક (like) કરવા, “અહીં મૂલ્યાંકન કરો” કોલમમાં રેટિંગ આપવા અને અને વોટ્સ એપ, ફેસબુક, વિગેરે સોશિયલ મિડિયા પર આપના મિત્રો સાથે શેર (SHARE) કરવા વિનંતી છે.

અવારનવાર અહીં મળતા રહેજો…

મુલાકાત બદલ આભાર…

આપના સુંદર સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે…

-સુરેશ ત્રિવેદી