સંભારણાં

મારા પુસ્તક “સંભારણાં”માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે. આ પુસ્તકનો રીવ્યુ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ’ના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’ની તારીખ ૦૬.૦૫.૨૦૧૫ની આવૃત્તિમાં ‘કદર અને કિતાબ’ કોલમમાં વિદ્વાન પ્રોફેસર શ્રી સંજય ભાવે દ્વારા આ મુજબ થયો છે: "સુરેશ ત્રિવેદીનું 'સંભારણાં' હાથમાં લીધા પછી પૂરું કરીને જ મૂકાય તેવું છે. તેમાં લેખકે ગુજરાતના છેવાડાના અછતગ્રસ્ત વાવ તાલુકાના સાવ … વાંચન ચાલુ રાખો સંભારણાં

Advertisements

સંભારણાં પુસ્તક ડાઉનલોડ

મારા પ્રથમ પુસ્તક “સંભારણાં”માં મેં બાળપણની યાદગીરીરૂપે પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજુ કરી છે. આ પુસ્તકની નકલ બધાજ મિત્રો અને ચાહકોને પહોંચાડવાનું મારાથી શક્ય બન્યું નથી. એટલા માટે આ પુસ્તકની પીડીએફ ફાઈલ (.pdf file) અહીં અપલોડ કરી છે, જેથી જે મિત્રોને પુસ્તક મળ્યું નથી, તેઓ તેનો રસાસ્વાદ માણી શકે. જો તમે આ … વાંચન ચાલુ રાખો સંભારણાં પુસ્તક ડાઉનલોડ

“સંભારણાં”ના વાચકોના પ્રતિભાવ

૧) મારા પ્રથમ પુસ્તક “સંભારણાં”નો રીવ્યુ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ’ના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’ની તારીખ ૦૬.૦૫.૨૦૧૫ની આવૃત્તિમાં ‘કદર અને કિતાબ’ કોલમમાં જાણીતા પ્રોફેસર શ્રી સંજય ભાવે દ્વારા થયો છે, જે આપ સર્વેની જાણ માટે અહીં રજૂ કરું છું: ૨) શ્રી રસિકભાઈ એમ. વેદિયા, અમદાવાદ ૩) શ્રી હસમુખભાઈ ત્રિવેદી, અમદાવાદ ઇમેલથી મળેલ પ્રતિભાવ: શ્રી પ્રતાપભાઈ પારેખ, મુંબઈ Dear Sureshbhai Trivedi, My friend Mr. … વાંચન ચાલુ રાખો “સંભારણાં”ના વાચકોના પ્રતિભાવ

(૭) ગામડાનાં દૂષણો

ગામના તળાવનું અત્યારનું દ્રશ્ય ગામડું હોય કે શહેર, બંનેને પોતપોતાની જુદી ખાસિયતો અને ઉજળી બાજુઓ છે, સાથેસાથે પોતપોતાની નબળાઈઓ પણ છે. શહેરમાં રહેતો માણસ બેચાર દિવસ માટે ગામડે જાય ત્યારે તે ગામડાની ઉજળી બાજુઓનો આનંદ લઈને ગામડું વધારે સારું છે તેમ માની લે છે. પરંતુ જયારે તેને બેચાર મહિના ગામડામાં રહેવાનું થાય, ત્યારે ત્યાંના લોકોની … વાંચન ચાલુ રાખો (૭) ગામડાનાં દૂષણો

(૬) મનોરંજન

ગામના સુંદર જૈન દેરાસરનું અત્યારનું દ્રશ્ય જે વાચકોને ગામડામાં રહેવાનું થયું નહી હોય તેમને અગાઉનું પ્રકરણ વાંચીને કદાચ એવું લાગ્યું હશે કે તે જમાનામાં ગામડાના લોકો દુઃખી દુઃખી હશે, કારણકે તેમની પાસે વીજળી, પાણીના નળ, અનાજ દળવાની ઘંટી અને રસોઈગેસ જેવી મૂળભૂત જરૂરિયાતો ઉપરાંત સ્કૂટર અને બાઈક, મોબાઈલ અને ટેલીફોન, રેડીયો અને ટીવી જેવી આજે … વાંચન ચાલુ રાખો (૬) મનોરંજન

(૫) લોકજીવન

ગામડાની પરંપરાગત ડિઝાઈનવાળા પણ ધાબાવાળા પાકા મકાનનું એક દ્રશ્ય છેલ્લાં પચાસ વર્ષના ટૂંકા ગાળામાં ગામડાના લોકોની રહેણીકરણી, સાધનસગવડ અને સુખાકારીમાં એટલો બધો સુધારો થયો છે કે આજની મોબીઝન અને નેટીઝન પેઢીને (સિટીમાં રહેનાર સિટીઝન, તે રીતે આખો દિવસ મોબાઈલ ઉપર રહેતા લોકો મોબીઝન અને તે જ રીતે નેટ પર રહેનાર લોકો નેટીઝન) કદાચ કલ્પના પણ … વાંચન ચાલુ રાખો (૫) લોકજીવન

(૪) મકાનોની બાંધણી

જે સમયની હું વાત કરી રહ્યો છું, તે વખતે ગામડામાં સિમેન્ટ કોંક્રીટનાં પાકાં મકાનો બનતાં નહીં, કારણકે તે વખતે સિમેન્ટ મોંઘી વસ્તુ ગણાતી અને સહેલાઇથી મળતી પણ નહીં. વળી મોટાભાગનાં ગામોને પાકી સડક ન હતી, જેથી કરીને માલ અને માણસની આવનજાવન સરળ ન હતી. ઉપરાંત સિમેન્ટ કોંક્રીટનાં મકાનો બનાવે એવા કારીગર પણ ઉપલબ્ધ ન હતા. … વાંચન ચાલુ રાખો (૪) મકાનોની બાંધણી

(3) નિશાળ

માડકાના ચોકમાં આવેલ જૈન ઉપાશ્રયનું અત્યારનું દ્રશ્ય. નિશાળના તે સમયના મકાનની જગ્યાએ હવે ગ્રામપંચાયતનું નવું મકાન બની ગયું છે.  તે જમાનામાં ગામડામાં બાળકોના ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું. ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. એ બંને વ્યવસાયમાં માનવબળની જરૂરિયાત ઘણી વધારે, જેથી નાની ઊંમરથી બાળકોને પહેલાં પશુપાલન અને પછી ખેતીના કામકાજમાં જોતરી દેવાની પ્રથા … વાંચન ચાલુ રાખો (3) નિશાળ

(2) બાપા અને બા

મારા જીવન ઘડતરમાં સૌથી મોટો પ્રભાવ પડ્યો હોય તો તે મારા બાપા અને બાનો હતો. મારા બાપા, ચીમનલાલ ત્રિવેદી, સરળ સ્વભાવના આનંદી માણસ અને આજન્મ શિક્ષક. ઊંચું ભરાવદાર શરીર, ગોળ મોઢું, મોટી પ્રેમાળ આંખો, માથે ચમકતી ટાલ, દૂધ જેવા સફેદ ઝભ્ભા ઉપર કાળી બંડી પહેરે, તેવુંજ સફેદ ધોતિયું અને પગમાં ચામડાની સાદી મોજડી. દેખાવ પરથીજ … વાંચન ચાલુ રાખો (2) બાપા અને બા

(૧) મારું ગામ માડકા

માડકા ગામના ચોકનું અત્યારનું દ્રશ્ય એક તો મારો બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી છેવાડાનો અને સૌથી પછાત જિલ્લો (શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઇ, ઉદ્યોગ-ધંધા, સાધનસગવડ વિગેરે બધાં જ ક્ષેત્રોમાં) અને એમાંય મારો વાવ તાલુકો બનાસકાંઠા જિલ્લાનો પણ સૌથી છેવાડાનો અને સૌથી પછાત તાલુકો. રાજ્યનો એટલા છેવાડાનો ભાગ કે ગુજરાતના અન્ય વિસ્તારમાં વસતા લોકોને અને કદાચ સરકારને … વાંચન ચાલુ રાખો (૧) મારું ગામ માડકા

પ્રસ્તાવના

  વર્ષ ૨૦૧૦ના ઓકટોબર મહિનાની ૪થી તારીખ. સવારે ઘરમાંથી ચોકમાં જવાનું પગથીયું ઉતરતાં પગ લપસ્યો અને હાડકાંના ડોક્ટરે ડાબે પગે મસમોટો પાટો બાંધીને કહી દીધું કે માઈનોર ફ્રેકચર છે, જેથી એક મહિનો જમીન ઉપર પગ મૂકવો નહીં. અર્થાત એક મહિનો ઓફીસ જવું નહીં. હવે બેંક અધિકારીની એકદમ વ્યસ્ત અને સમર્પિત જિંદગીમાં ખાસ પ્રસંગ કે પ્રવાસ … વાંચન ચાલુ રાખો પ્રસ્તાવના