Home

નમસ્કાર, મિત્રો

મારા ગુજરાતી બ્લોગ “દાદાજીની વાતો” પર આપ સર્વેનું સ્વાગત છે.

તો હવે રાહ કેમ જુઓ છો!

કરવા માંડો ક્લિક, નીચે આપેલ વિવિધ લિંકસ પર અને ઉઠાવો આપના મનપસંદ વિષયનો આનંદ:

૧) મારાં પુસ્તકો:

i) સંભારણાં:  

sambharana[suresh trivedi]

“સંભારણાં” માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે. તો ક્લિક કરો તેનાં વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

(૧)  પ્રસ્તાવના

(૨) મારું ગામ માડકા

(૩) બાપા અને બા

(૪) નિશાળ

(૫) મકાનોની બાંધણી

(૬) લોકજીવન

(૭) મનોરંજન

(૮) ગામડાનાં દૂષણો,

(૯) વાચકોના પ્રતિભાવો

(૧૦) સંભારણાં ડાઉનલોડ  (PDF File -1 MB)

ii) વેદ થી પુરાણ સુધી: 

 

ved

વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો” વિષે જાણવાજોગ તમામ માહિતી અહીં સરળ શબ્દોમાં રજૂ કરેલ છે. તો ક્લિક કરો વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

(૧) પ્રસ્તાવના

(૨) વેદ થી પુરાણ સુધી

(૩) શાસ્ત્રોનું વિભાગીકરણ

(૪)  વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

(૫) વેદોનું જ્ઞાન

(૬) ઋગ્વેદ

(૭) યજુર્વેદ

(૮) શામવેદ

(૯) અથર્વવેદ

(૧૦) ‘વેદ’ના આધુનિક સંદેશ

(૧૧) વેદાંગ

(૧૨) ઉપવેદ

(૧૩) ઉપનિષદો

(હાલ દસ પ્રકરણ અપલોડ કરેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો. તમારું ઇમેલ અહીં નીચે રજીસ્ટર કરશો, તો જયારે પણ નવી પોસ્ટ મુકાશે, ત્યારે તમને ઈમેલથી જાણ થશે.)

iii) પહેલું સુખ તે… :

images

આજના જમાનામાં લોકો તંદુરસ્તી વિષે ઘણા સભાન થયા છે. પરંતુ ઘણીવાર છાપાં કે મેગેઝીનોમાં છપાતા તેમજ વોટ્સએપ કે ફેસબુક પર આવતા જાતજાતના નુસખા યોગ્ય ડોક્ટરની સલાહ વગર જાતે જ અજમાવવા લાગ્યા છે. મેં જોયું છે કે ઘણી વાર અનધિકૃત લોકો સસ્તી લોકપ્રિયતા માટે અનુભવસિધ્ધ ન હોય તેવા નુસખા પણ આયુર્વેદના નામે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં આરોગ્ય વિશેની જાણવા જેવી તમામ માહિતી પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતોમાંથી મેળવીને અહીં રજૂ કરેલ છે. તો ક્લિક કરો વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:  

૧) પહેલું સુખ તે…

(૨) કબજીયાતનો ક… 

(૩) શું તમારા લોહીમાં લોખંડ છે ?

(૪) શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

iv) ચટાકેદાર ઊંધિયું:

undhiyu

ઊંધિયું બનાવવામાં જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર વાનગી બને છે, તેજ રીતે મારા વિવિધ વિષય ઉપરના લેખો અહીં એકઠા કરીને એક શિર્ષક હેઠળ રજુ કર્યા છે, એટલે મેં આ કેટેગરીને ચટાકેદાર ઊંધિયું એવું નામ આપ્યું છે. તો ઊંધિયું નામ વાંચીને રેસીપી માટે અહીં સર્ચ કરનાર બહેનો માફ કરે !! તો ક્લિક કરો વિવિધ લેખોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

૧) ચટાકેદાર ઊંધિયું

૨) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

૩) અંગદાન-શ્રેષ્ઠદાન

૪) બ્રાહ્મણ ઈતિહાસ 

૫) શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

v) વાર્તા રે વાર્તા: 

Chorti

મારી ટૂંકી વાર્તાઓ અહીં વાંચી શકાશે: 

i) ચોરટી: આ વાર્તા સુપ્રસિદ્ધ ગુજરાતી વાર્તામાસિક “મમતા” ના ઓક્ટોબર, ૨૦૧૭ના અંકમાં છપાયેલ છે.  ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી સ્ત્રી ગુલાબો  અને શહેરના નામાંકિત પ્રોફેશનલ અભય વચ્ચે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ લવસ્ટોરી  “ચોરટી” વાંચવા અહીં ક્લિક કરો.

ii) માઈક્રોફિક્શન વાર્તાઓ: ૧૦૦ શબ્દો સુધીની માઈક્રો વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

iii) સાચી નિવૃત્તિ: આ વાર્તા માતૃભારતી એપ દ્વારા ઓક્ટોબર ૨૦૧૭માં આયોજિત રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ છે. અનિલરાય નિવૃત્તિ પછી નવરા પડવાથી કંટાળીને ઉદાસીન રહેવા લાગ્યા છે, ત્યારે તેમનો દીકરો મુકેશ તેમને ફરી ખુશખુશાલ કરવા શું કરે છે, તે આ ટૂંકી વાર્તા “સાચી નિવૃત્તિ” માં રજૂ થયેલ છે. આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.

iv) કળિયુગનો કાનુડો: તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ સત્ય ઘટના પર આધારિત મારી વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચવા અહીં ક્લિક કરો.

૨) મગજ કસો: 

images

મગજમારીના શોખીનો માટે બુદ્ધિવર્ધક કોયડા, પઝલ્સ, બ્રેઈન ગેઈમ્સ અને બીજું ઘણું બધું મગજ કસો  અને મગજ કસો ભાગ ૨ માં મળશે. પણ મગજ કસ્યા સિવાય જવાબોના પાના પર જશો નહિ હોં કે !

૩) મનમોહક ફોટોગ્રાફ્સ: 

IMG_225088677232657

ચિત્રકામ કે ફોટોગ્રાફીનો થોડોઘણો શોખ હોય તો સરસ ફોટો જોઇને હંમેશાં દિલ ખુશ થઇ જાય છે. હવે તો અત્યાધુનિક અને ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં જ મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ તથા સમયની બચત પણ થતી હોવાથી લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે.

અત્યારના ઈન્ટરનેટના યુગમાં આવા અદભૂત ફોટા માણવાનું પણ સહેલુંસટ થઇ ગયું છે. પરંતુ દરેક જણ પાસે નેટ પર ખાંખાખોળા કરવાનો સમય, ધીરજ અને કુશળતા હોતી નથી. તેથી મને થયું કે ચલો, દિલ ખુશ થાય એવા ફોટા સહેલાઈથી જોઈ શકાય તેવું એક પેજ બનાવું. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો મનમોહક ફોટોગ્રાફ્સની મઝા.

૧) અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

૨) અહો ! આશ્ચર્યમ્ !!

૪) હાસ્ય વિનોદ:

laughter-300x3001

હસે તેનું ઘર વસે. તો ચાલો આપણે પણ થોડું હસી લઈએ. આપની અનુકુળતા માટે હાસ્યની અલગ અલગ કેટેગરીની લિંકસ નીચે આપેલ છે.

૧) પૌરાણિક પ્રસંગો – તીરછી નજરે

૨) હાસ્યગીત અને શાયરી

૩) English Vinglish

૫) ગુડમોર્નિંગ, ઇન્ડિયા: 

newspaper

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો આખા છાપામાં મોટાભાગના સમાચાર મારધાડ કે લૂંટફાટ, ખૂન કે બળાત્કાર, ચોરી, દગો કે ઠગાઈ અથવા લાંચ કે કૌભાંડને લગતા જ નજરે પડે છે. આવા ખરાબ સમાચાર વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ નિરાશાજનક અને ગમગીન નીવડે છે. આથી મને વિચાર આવ્યો કે દરરોજના છાપામાંથી જે કંઇ સારા સમાચાર હોય તેને તારવી લઈને આ બ્લોગમાં તેનું એક અલગ પેજ બનાવી રજુ કરું, જેથી વાંચકોને આ સારા સમાચાર વાંચીને પોઝીટીવ વાયબ્રેશન્સ મળે અને સવારના પહોરમાં કરેલી આવી “ગુડમોર્નિંગ વિશ” આ મિત્રોનો દિવસ સુધારવામાં થોડીઘણી નિમિત્ત બને. તો ચાલો વાંચીએ સરસ અને આનંદદાયક સમાચારો. 

૬) મૂરખનો સરદાર કોણ છે: 

download (1)

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. પરંતુ વાસ્તવમાં દરેક જણ નાની-મોટી મૂર્ખાઈ તો કરતા જ રહેતા જ હોય છે. જો આપણે આજુબાજુ સુક્ષ્મ દ્રષ્ટિથી જોતા રહીએ, તો કેટલાય મૂરખ આપણને નજરે પડશે. આવા મૂરખ લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનાર એટલે કે “મૂરખનો સરદાર” વાસ્તવિક જિંદગીમાંથી શોધીને અહીં તમારી સમક્ષ રજૂ કરેલ છે, જેમને આપણે બધા મળીને આપીશું “મૂરખનો સરદાર એવૉર્ડ”. તો ચાલો જોઈએ કે મૂરખનો સરદાર કોણ છે? 

૭) મારાં રેખાચિત્રો:

20150109_145850

મારા કોલેજકાળ અને તે પછીના સમય દરમ્યાન દોરેલા સ્કેચીઝ જોવા અહીં ક્લિક કરો.

૮) મારો ટિકિટસંગ્રહ:

1

કોલેજકાળ દરમ્યાન ટપાલની ટિકિટો (પોષ્ટલ સ્ટેમ્પ્સ)ના સંગ્રહનો શોખ જાગ્યો હતો, જે લગભગ દસેક વર્ષ જળવાઈ રહ્યો. મોટે ભાગે આપણા દેશની જ ટિકિટો એકઠી કરી અને તેનું આલ્બમ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” (Stamps of India)  બનાવેલ હતું. આ ટિકિટસંગ્રહમાંથી પસંદગીનાં પાનાં પર જવા અહીં ક્લિક કરો.  

૯) સ્વપરિચય: 

1934-4x6-1

મારી ઓળખાણ તથા સંપર્કની વિગતો જોવા અહીં ક્લિક કરો.

 

તો હવે તમારી પસંદગીના વિષયોની મઝા માણો, પરંતુ આપને તે લેખ કેવો લાગ્યો, તે “મારો અભિપ્રાય” કોલમમાં જરૂરથી જણાવો.   

જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારું ઇમેલ આઈડી અહીં રજીસ્ટર કરો, જેનાથી અહીં નવી પોસ્ટ મૂકાશે, ત્યારે આપને ઈમેલ દ્વારા જાણ થશે.  
મિત્રો, આપને જે પેજ પસંદ આવે, તે પેજને લાઇક (like) કરો તેમજ "અહીં મૂલ્યાંકન કરો" કોલમમાં રેટિંગ આપો. 
જે પેજ તમને પસંદ પડે તેને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર (SHARE) કરવા વિનંતી છે.  

 

અને અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

Advertisements

30 comments

 1. મુરબ્બી શ્રી સુરેશભાઈ,

  આપના બ્લોગ માટે ધન્યવાદ. મારા ધર્મપત્નીએ ગઈ કાલે મને વેદ અંગે કોઈ પુસ્તક લાવવા કહ્યું. મને કોઈ સારું પુસ્તક જડ્યું નહીં, એટલે નેટ ઉપર શોધખોળ કરતાં આપના આ બ્લોગનો સંપર્ક થયો અને મેં મારા પત્નીને તે સુચવી દીધું.

  આપે ખૂબ જ સરળ શૈલીમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી પીરસી છે. આપના આગળના બ્લોગની રાહ જોઈ રહ્યો છું.

  વેદ ઉપર સત્યકામ વિદ્યાલંકારનું અંગ્રજી પુસ્તક “The Holy Vedas” બહુજ સરસ છે, જેમાં તેઓએ ચારે વેદોમાંથી ચૂંટેલા ૧૦૦૦ શ્લોકો અનુવાદ કરીને રજૂ કરેલ છે. આશા છે કે આપ પણ તેવી જ રીતે વેદના સરળ ભાષાંતર સાથેનું પુસ્તક ગુજરાતી વાચકો માટે રજૂ કરશો, તો આનંદ આવશે.

  આપનું પુસ્તક ‘આપણાં શાસ્ત્રો’ ક્યાં ઉપલબ્ધ થશે તે જણાવશો તો આભારી થઈશ.

  જયેન્દ્રના જય શ્રીકૃષ્ણ

  • ભાઈશ્રી જયેન્દ્રભાઈ,

   બ્લોગ પર પ્રતિભાવ આપવા માટે આભાર. ખાસ કરીને જયારે કુલ વાંચકોના ૧% વાંચકો પણ પ્રતિભાવ જણાવવામાં આળસી જાય છે એટલા માટે આપને ધન્યવાદ.

   આપ અને આપનાં ધર્મપત્ની જેવાં ફક્ત એક-બે વાંચકોને જ મારાં લખાણ પસંદ પડી જાય, તો પણ મારો પરિશ્રમ સફળ થયો, તેમ હું માનું છું. મારો પ્રયત્ન સાર્થક કરવા માટે આપ બંનેનો હૃદયપૂર્વક આભાર.

   વેદના અનુવાદ માટેના આપના સુચન અંગે હું ગંભીરતાથી પ્રયત્ન કરીશ.

   “આપણાં શાસ્ત્રો” પુસ્તક લખવાનું કાર્ય હજુ પૂર્ણ થયેલ નથી. અત્યાર સુધીમાં ૯ પ્રકરણ લખેલ છે, જે મારા બ્લોગ પર તેમજ “માતૃભારતી” (matrubharti) નામની એપ પર ઇબુક તરીકે મુકાયેલ છે. પરંતુ હજુ લગભગ એટલાં જ પ્રકરણ લખવાનાં બાકી છે. તે કાર્ય પૂર્ણ થયે તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવા આગળ વધીશું.

   સુરેશ ત્રિવેદી
   email: sctwav@gmail.com
   M 9879353784

 2. Jay Shree Krishna motabapa.😊
  Shambharna is connected with thoughts and lifestyle of Dada and Ba, which is a truly reminiscence for kids of our family. your painting skill and collection of tickets are really inspirational.
  looking forward to read your upcoming blog.

 3. Respected Shri Sureshbhai,
  Sambharana vanchi to balpan yaad aavi gayu. Varamvaar vanchvanu ane family saathe hoiye tyaare discuss karvanu man thay. Apart from banking you have expertise in sahitya also. We being Madkavala family are very very proud of having family association with you. I wish you all the best, very happy and active life ahead. Presently we are on USA trip upto June 11th. Dadajini Vato is really very interesting and informative useful in our day to day life. Aapno tkt sangrah no shokh Janine Anand thayo. I wish you all the very best.

 4. Congratulations , We knew as a banker expert in advances portfolio . But you are having a heart of sahityakar also ,it is great to know this also. Will be visiting your blog regularly…Unable to comment on your book of DADAJINI vato , yet I have to go throug it.
  Wish you all the best in your new area of interest .

 5. Sir,
  Thanks for such wonderful initiatives…it really for our generarion and next generation…”sambharana” book is really gem…the language is very simple and impressive…..really I thank you from my bottom of heart….
  Pls…keep writing…

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s