ફેસબુક પરનાં પ્રેમીપાત્રને મળવા જતાં એકબીજાને જ ભટકાયાં એવાં પતિ-પત્નીને મળે છે જાન્યુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

તા. ૦૩-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં એક એવા સમાચાર વાંચ્યા કે મારું હસવું ના સમાયું“એક યુવક ફેસબુક પરની તેની પ્રેમીકાને મળવા ગયો, તો તે તેની પત્ની જ નીકળી.”

આ કિસ્સાની વિગત એવી છે કે યુપીના મઢીનાથનાં રહેવાસી પતિ-પત્ની બંને જણ ફેસબુક પર પોતપોતાની ઓળખ છુપાવીને ચેટીંગ કરતાં હતાં. છ મહિનાના ચેટીંગ પછી બંને પોતપોતાના ફેસબુક મિત્રના પ્રેમમાં પડ્યાં. તે પછી યુવકે તેની ફેસબુક મિત્ર યુવતીને ખુબ આગ્રહ કરીને રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી. જયારે તેઓ રેસ્ટોરન્ટમાં મળ્યાં, ત્યારે બંનેને ખ્યાલ આવ્યો કે બંનેના ફેસબુક મિત્ર અલગ પાત્રો નહિં પણ ખુદ પતિ-પત્ની પોતે જ હતાં. આમ લગ્નજીવનના સાથીને છેતરવા જતાં આ બંને જણ ખુદ છેતરાઈ ગયાં. આ હાસ્યાસ્પદ ઘટનાની વિગત નીચેની ક્લિપમાં જુઓ:

 

20160205_135440

એ સમયે તે બંને જણની શું દશા થઇ હશે, તે વિચારશો તો તમે પણ હસીને લોટપોટ થઇ જશો !! એટલા માટે યુપીના આ દંપતીને અર્પણ છે જાન્યુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s