લોખંડની સાણસી ગળી જનાર રાજસ્થાનના સુરાભાઇ જીતે છે વર્ષ ૨૦૧૫નો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !!

તા. ૦૮-૦૧-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે રાજસ્થાનના સાંચોર જિલ્લાના પાંચલા ગામનો ૨૮ વર્ષીય સુરાભાઇ મેઘવાળ નામનો યુવક પોતાના મિત્રો સાથેની શરતમાં એક ફૂટ લાંબી લોખંડની સાણસી ગળી ગયો હતો અને તેની આવી બેહુદી અને વિચિત્ર મૂર્ખાઈના પરિણામે તે લગભગ મૃત્યુની નજીક પહોંચી ગયો હતો.   

લખોટી કે સિક્કા જેવી નાની ચીજ ગળી જવાની સામાન્ય મૂર્ખાઈના કિસ્સા તો આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પરંતુ એક ફૂટ લાંબી સાણસી ગળવાનો પ્રયત્ન તો ઠીક, વિચાર પણ કોઈ કરે એ જ આપણને તો ગળે ઉતરતું નથી. તો આવી અપ્રતિમ બહાદુરી (?) બતાવનાર મહાન સુરાભાઇને તમે શું કહેશો? “મૂરખનો સરદાર” જ ને?

તો આપણે બધા સાથે મળીને વર્ષ ૨૦૧૫નો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ અર્પણ કરીએ રાજસ્થાનના આ યુવક સુરાભાઇને !!!!

આ રમૂજભર્યા પરંતુ દુઃખદ પરિણામવાળા કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો. સાથેસાથે યુવકની છાતીના એક્ષરે રિપૉર્ટમાં સાણસી સ્પષ્ટ દેખાય છે, તે પણ જુઓ:  :

 

20160112_124542

બીજા દિવસના સમાચાર મુજબ ડીસામાં પાંચ નિષ્ણાત તબીબોની પેનલે ચાર કલાકના મુશ્કેલ ઓપરેશનની આકરી જહેમત કરીને આ યુવકના પેટમાંથી સાણસી કાઢી લઈને તેનો જીવ બચાવી લીધો છે. વળી તે યુવકનો પરિવાર ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોતો, તેથી ડીસાના આ પરોપકારી અને પરગજુ ડોક્ટરોએ વિનામુલ્યે આ સેવાનું કાર્ય કરેલ હતું. તો આ સર્વે ડોકટરો અને તેમની ટીમને અભિનંદન સાથે આપણે આશા રાખીએ કે સુરાભાઇએ કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજો કોઈ ના કરે.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અંગે તમારો મત નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમ માં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s