ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત !

જયારે એક જગ્યાએ બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, ત્યારે ઘણી અવ્યવસ્થા અને અફડાતફડી સર્જાતાં હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદના જીએમડીસી મેદાન પર પાટીદાર સમાજના લોકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા, ત્યારે ગંભીર તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેનાથી રેલીમાં ભાગ લેનારા લોકો, પોલીસ અને સામાન્ય પ્રજા, સર્વેને ઘણી હાલાકી સહન કરવી પડી હતી. મોટેભાગે દરેક મોટાં સંમેલનમાં આવો જ કડવો અનુભવ થતો હોય છે.

પરંતુ તા. ૨૭-૦૧-૨૦૧૬ના રોજ એ જ જીએમડીસી મેદાન પર ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં લાખો લોકો હાજર રહ્યા હતા, છતાં લોકોએ સ્વયંભુ અપ્રતિમ સ્વયંશિસ્ત જાળવીને એક સરસ દાખલો બેસાડ્યો.

પીવાના પાણી સિવાય ખાવા-પીવાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને પાર્કિંગની જગ્યા પણ ૫ થી ૭ કિલોમીટર દુર હતી, છતાં લોકોએ એવી સ્વયંશિસ્ત જાળવી કે પોલીસને એક બુમ પાડવાનો પણ વારો ન આવ્યો. વળી સંમેલનનો મુખ્ય હેતુ પણ ઘણો ઉદાત્ત -વ્યસનમુક્તિનો સંદેશ પ્રસરાવવાનો હતો, જે એક પ્રશંસનીય કાર્ય કહેવાય.

તો હવે વાંચો ૨૮-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આવા સરસ આયોજન બદલ સમગ્ર ઠાકોર સમાજ અને સંમેલનના આયોજકોને આપો અભિનંદન.

20160128_114901

20160128_114917

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s