અહો ! આશ્ચર્યમ્ !!

આ દુનિયા અનેક વિચિત્રતાઓથી ભરેલી પડી છે, જેથી અનેક આશ્ચર્યજનક દ્રષ્યો સર્જાયા જ કરે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોનું ધ્યાન તેની તરફ જતું નથી, પરંતુ જયારે કોઈ કુશળ ફોટોગ્રાફરની પારખુ નજર આવાં દ્રષ્યો આપણી સમક્ષ રજુ કરે છે, ત્યારે બોલાઈ જાય છે: વાહ, ભાઈ, વાહ.

તો ચાલે આપણે શરુ કરીએ આશ્ચર્ય પમાડે એવા ફોટોગ્રાફસની રંગીન સફર…..


IMG_92028390407372
બે અલગથી ઊગેલાં વ્રુક્ષોને કેટલી અદભૂત રીતે એકમેકમાં ગાંઠો વાળીને બાંધી દીધાં હોય તેમ ઉગાડ્યાં છે ! આવી આશ્ચર્યજનક રીતે વ્રુક્ષો ઉગાડનારની સૂઝ, કલાદ્રષ્ટિ અને જહેમતને સલામ અને આ ફોટો આપણી સામે લાવનાર ફોટોગ્રાફરની મહેનતને પણ સલામ !

IMG_110057057336312
આટલી સુંદર ગાડીના બોનેટ ઉપર આટલો મોટો આખલો શા માટે ચડ્યો હશે તેનાથી મોટું આશ્ચર્ય તે કઈ રીતે ગાડી પર ચડી ગયો હશે તે થાય છે ને !!!!!

IMG_120014005908786
બાઈક ઉપર ચાર સવારી તો જાણે સમજ્યા, પરંતુ છેલ્લે કપિરાજ કેટલી સાહજિકતાથી બેસી ગયા છે !!! છે ને આશ્ચર્ય !!!!

IMG_178154348052513
કોઈ મહાકાય ભીમસેન જેવાએ પ્રચંડ દબાણ આપીને મરોડી દીધું હોય એવી ડિઝાઈનનું મકાન બનાવનારની કલ્પનાશક્તિને તો દાદ આપવી જ પડશે ! વળી તેના પીલર્સ, બારીઓ, છાપરું વિગેરે બધાં જ કેટલાં ચોક્કસપણે વળાંક બનાવ્યાં છે !!! વાહ, ભાઈ, કહેવું પડે !!

IMG_221810243771305
એકબાજુ ભીમસેનના ભાઈ જેવો લાંબો. પહોળો અને જાડો માણસ અને તેના દોસ્ત તરીકે ઝીણકું ગલુડિયું! આવો વિરોધાભાસ રજુ કરનાર ફોટોગ્રાફરની દ્રષ્ટિ ને સલામ !!

IMG_221836554327968
આ મકાનની બાલ્કનીઓ તો જુઓ ! આટલું વિચિત્ર મકાન જોઇને આશ્ચર્ય ના પામીએ તો જ નવાઈ !!!

IMG_224768562511021
ગાડીની ડિઝાઈનમાં નવીનતા લાવવાની ઘેલછાએ આ ભાઈ કેવી ડિઝાઈન શોધી લાવ્યા છે !! અને બુટ પણ કેટલું પરફેકટ અને આકર્ષક છે !! વાહ, ઉસ્તાદ વાહ !!

IMG_241211029570575
સુક્કા ભાઠા જેવી જમીન વચ્ચે આવેલા ફક્ત એક ઝાડને બચાવવા આટલા લાંબા રસ્તાને આવો તીવ્ર વળાંક આપી દેનાર ખરા વૃક્ષપ્રેમી અને પર્યાવરણવાદી એન્જીનીયરને તો એક નહીં પણ ડઝન સલામ ઠોકવી પડે!!

IMG_476220812742044
દરિયાની વચ્ચે આટલી નાની જગ્યામાં પણ આવું મજાનું ઘર ઉભું કરી દેનાર કોઈ ભડવીર પણ નીકળ્યો ખરો!!  આપણને પણ એમાં બે-ચાર દિવસ રહેવા જવાની ઈચ્છા થઇ જાય તેવું છે !!

IMG_476610891182007
લીલીછમ ટેકરીઓના સાનિધ્યમાં નાની ટેકરીઓ જેવાં જ દેખાતાં આવાં સુંદર ઘર બનાવનાર ધન્યવાદને પાત્ર ગણાય ને !! 

IMG-20140520-WA0025
પ્લાસ્ટીકના રમકડાના મકાનને મરોડી નાખીએ, તો જેવો આકાર બને તેવી ડિઝાઈનનું મકાન બનાવવું કઈ સહેલું નહિ હોય !!! આ આશ્ચર્યજનક ડિઝાઈનનું બહુમાળી મકાન દુબઈમાં આવેલું છે.

IMG-20140524-WA0007
અરે ભાઈ, વાહનમાં માલ ભરવામાં કાંક તો લિમિટ રાખો !! આના પછીના બે ફોટામાં પણ આવા જ ડફોળ ડ્રાઈવર લાગે છે!! કયું વાહન વધારે ઓવરલોડ છે, તે નક્કી કરવું જ મુશ્કેલ છે !!

IMG-20140524-WA0008


IMG-20140524-WA0009


આ ફોટોગ્રાફસ વિષે તમારો અભિપ્રાય નીચે આપવા વિનંતી.

– સુરેશભાઈ ચીમનલાલ 


Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s