આપણાં શાસ્ત્રો

20101214094330!Ved-merge

મારું પ્રથમ પુસ્તક “સંભારણાં” તા. ૧૪-૦૧-૨૦૧૫ ના રોજ પ્રકાશિત કર્યું, તે વખતે મને જરા પણ કલ્પના નહોતી કે ભવિષ્યમાં લેખનકાર્ય ચાલુ રહેશે. પરંતુ “સંભારણાં”ના વાચકોના પ્રતિભાવો  જાણ્યા પછી મને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. ખાસ કરીને મારી સરળ લેખનશૈલી વાચકોને પસંદ આવી એ જાણી મેં તે જ શૈલીમાં વધુ પુસ્તક આપવાનું વિચાર્યું છે. આશા છે કે “સંભારણાં”ની જેમ હવે પછીનાં પુસ્તકો પણ વાચકોને પસંદ પડશે.

“સંભારણાં” પુસ્તકના છપાઈ, પ્રૂફ તપાસણી અને પ્રકાશનનું કાર્ય તો અઘરું હતું જ પરંતુ તે પછી તેને વાચકો સુધી પહોંચાડવાનું અને વળી પાછા વાચકોના પ્રતિભાવો મેળવવાનું કાર્ય પણ ઘણો સમય અને શક્તિ માગી લેનારું અને થકવી દેનારું લાગ્યું. જેથી અત્યારના ઈન્ટરનેટના યુગને ધ્યાનમાં રાખીને હવે પછીનું પુસ્તક “ઈ પુસ્તક” (e book) તરીકે રજુ કરવાનું નક્કી કર્યું છે. જેનો બીજો ફાયદો એ દેખાય છે કે લખાણ પ્રસિદ્ધ થયા પછી પણ સુધારા-વધારા કરી શકાય છે અને રંગીન ફોટા અને કોષ્ટક મૂકી શકાય છે. વળી ફેસબુક તથા વોટ્સ એપ જેવાં લોકપ્રિય મિડિયા મારફત પુસ્તક અંગેની માહિતી વાચકો સુધી ઘણી ઝડપથી પહોંચાડી શકાય છે, તેમજ તેમના પ્રતિભાવો પણ સરળતાથી મેળવી શકાય છે.

વાચકોની અનુકૂળતા માટે આ પુસ્તકો બ્લોગ પર ઓનલાઈન વાંચી શકાય અથવા પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલમાં ડાઉનલોડ કરીને પાછળથી ગમે ત્યારે પણ વાંચી શકાય એવી સગવડ પણ રાખી છે.       

મારું બીજું પુસ્તક “આપણાં શાસ્ત્રો” વિષે આપી રહ્યો છું. મારા નિરિક્ષણ મુજબ આપણે બધા આપણી સંસ્કૃતિ વિષે અને ખાસ કરીને આપણા મહાન ઋષિઓએ રચેલાં શાસ્ત્રો વિષે મોટી મોટી વાતો કરીએ છીએ અને ગર્વ પણ અનુભવીએ છીએ. પરંતુ જો લોકોને પુછીએ કે શાસ્ત્રો કેટલાં છે, કયાં કયાં છે અને તેમાં કયું જ્ઞાન આપેલું છે, તો મોટાભાગના લોકોને કંઇ ખબર હોતી નથી. આથી મેં આપણાં શાસ્ત્રો વિષે સામાન્ય માહિતી એકઠી કરી અહીં રજૂ કરી છે. આશા છે કે વાચકોને તે પસંદ પડશે.  

તો આટલી પ્રસ્તાવના પછી આપની સમક્ષ રજૂ કરું છું મારું બીજું પુસ્તક “આપણાં શાસ્ત્રો” જે “ઈ પુસ્તક” એટલે કે (e book) સ્વરૂપે છે.  

આ પુસ્તકનાં દરેક પ્રકરણને અલગ અલગ પોસ્ટ તરીકે અહીં મૂક્યાં છે, જે નીચેની લીંક પરથી વાંચી શકાશે:

(૧)  આપણાં શાસ્ત્રો -એક પરિચય 

(૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

(૩)  વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ 

(૪) વેદોનું જ્ઞાન   

(૫) ઋગ્વેદ 

(૬) યજુર્વેદ 

(૭) શામવેદ

(૮) અથર્વવેદ

(૯) ‘વેદ’ના આધુનિક સંદેશ

(૧૦) વેદાંગ

(૧૧) ઉપવેદ

(૧૨) ઉપનિષદો

(હાલ નવ પ્રકરણ અપલોડ કરેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો. તમારું ઇમેલ અહીં જણાવશો, તો જયારે પણ નવી પોસ્ટ મુકીશ, ત્યારે તમને ઈમેલથી જાણ થશે.)

આ પેજની મુલાકાત લેવા બદલ આભાર. સાથે સાથે ખાસ વિનંતી કે આ પેજ અને આ બ્લોગનાં અન્ય બધાં પેજની મુલાકાત લઈને તમારો અભિપ્રાય દરેક પેજની નીચે આપેલા "મારો અભિપ્રાય" કોલમમાં જરૂરથી આપશો.

અવારનાવર આ બ્લોગની મુલાકાત લઇને અને આપના પ્રતિભાવ જણાવીને મને પ્રોત્સાહિત કરતા રહેશો એવી અપેક્ષા.

– સુરેશ ત્રિવેદી 

Advertisements

3 comments

  1. ખૂબ ખૂબ આભાર, સરસ પ્રયત્ન કર્યો છે આપશ્રીએ, વેદો, ઉપનિષદો અને ઋષિમુનિયો વિષેની સમજ અને શોધ અભિનદનને પાત્ર છે.

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s